૧.ઝડફ :

કોમ્પ્યુટર  ખૂબ ઝડફથી ગણતરીઓ કરી શકે છે.ઝડફ એ એની સોંથી મહત્વની લાક્ષણિકતા છે.

૨.ચોકસાઈ :

જો ઇનપુટ ડેટા અને પ્રોગ્રામમાં ભૂલ ન હોય તો તે ભૂલ કર્યા વગર ચોક્કસ માહીતી આપે છે. પરિણામની ચોકસાઈ અને વિશ્વાસનિયતા એ તેની મહત્વની બીજી લાક્ષણિકતા છે.

૩.થાક:

કોમ્પ્યુટર એક કામ વારંવાર કરે તો પણ તે ક્યારેય થાકતું નથી કે તેને કંટાળો આવતો નથી.
અને તે થાક્યા વગર લાંબો સમય સુધી કાર્ય કરી શકે છે.

૪.સંગ્રહશક્તિ :
સંગ્રહશક્તિ એ પણ કોમ્પ્યુટરની મહત્વની લાક્ષણિકતા ગણી શકાય.  તેમાં ખુબજ વિશાળ પ્રમાણ માં માહિતી નો સંગ્રહ કરી શકાય છે.અને સંગ્રહ કરેલી બધી માહિતી પાછી મેળવી શકાય છે.

૫.સ્વંય સંચાલન :

તેમાં એકવાર પ્રોગ્રામ ઇન્સ્ટોલ કર્યા પછી તે પોતાની મેળે કાર્ય કરે છે.

૬.સ્થાપન (ત્વરિતતા) :

આપેલ માહિતીના આધારે તે તરત જ નિર્ણય લઈ આઉટપુટ તૈયાર કરી આપે છે. અને જો કોઈ ખોટી માહિતી આપવામાં આવી હોય તો તે ભૂલ બતાવી તેનો ઉકેલ કરવાનો ટુક સમયમાં સૂચના પણ આપે છે.