નમસ્કાર મિત્રો...
          કેમ છો..?  મઝામાં..!

જલેબી તો તમે જોય જ હશે. અને ખાધી પણ હશે. જો તમે પણ શીખવા માંગો છો ઘરે જલેબી બનવાનું તો....ચાલો...


આજે હું તમને શિખવીશ ઘરે મસ્ત  સ્વાદિષ્ટ જલેબી બનાવવાનું. અને જલેબી બનાવવા માટે લાગશે આપણને માત્ર 15 થી 20 મિનિટ. આપણાને બહારથી  સામાન લાવવાની કોઇ જરૂર નથી. આપણને જે ઘર માં જે વસ્તુ છે તેનાથી જ બનાવીશું.



એક વાસણ(તપેલી) લો. અને તેમાં 4 મોટી ચમચી મેંદો નાખો.પછી  તેમાં 1 મોટી અરધી ચમચી ચોખાનો લોટ નાખો. જેથી જલેબી થોડી મસ્ત કુરકુરી બનશે.


અને જો તમને કુરકુરી જલેબી ના ગમતી હોય તો, ચોખાનો લોટ નઇ નાખતા.. તમારી મરજી.પછી તેમાં એક મોટી ચમચી દહુ નાખો.



ત્યારબાદ તેમાં  ફ્રુટ કલર નાખો. જો ફ્રુટ કલર ના હોય તો તમે હળદર ઉપયોગ કરી શકો છો. પણ હળદર ચૂંટકીબાર જ નાખવાનું છે વધારે નહીં નાખવાનું.



પહેલા દહીં ને મેંદામાં બરાબર મિક્ષ કરી લો. પછી તેમાં થોડું થોડું કરી ને  પાણી નાખતા જાઓ. વધારે પતલુ નહીં કરવાનું.અહીં આપણે મેંદાને બરાબર મિક્ષ કરી લીધા પછી તેને  5 મિનિટ ઢાંકીને સાઈડ માં મૂકી દો.


પછી આપણે તેની જલેબી બનાવીશું. બરાબર...


તો ત્યાં સુધી આપણે સુ કરીએ કે ચાસણી બનાવી લઈએ.તો બીજા વાસણ માં ગેસ ચાલુ કરીને તેમાં 1 કપ ખાંડ નાખો.અને  પછે તેમાં 1/2  અર્ધો કપ જેટલું પાણી નાખો.ગેસ મીડીયમ મોડ પર રાખી અને ખાંડનો ઉકાળો આવે ત્યાં સુધી રાહ જુઓ.

ખાંડ  બરાબર મિક્ષ થઈ જવા દો, 5 થી 6 મિનિટ ધીમી આંચે ઉકળવા દો.અને પછી તેમાં લીંબુ નો રસ એડ કરી બરાબર મિક્ષ કરી લો.
10 થઈ 12 મિનિટથી વધારે નથી પકવવાનું તેનું ખાસ દયાન રાખજો.
તો જુઓ આપણી ચાસાની બની ગઈ છે.તો આપણે ચાસની ઉતારી મુકીશું.


અને હવે આપણને  એક બીજા વાંસણની જરૂર પડશે , જેમાં આપણે જલેબી બનાવના છીએ..

તો તેલ નાખી, તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે જે ધહી અને મેદાવાળું જે મિક્સ કર્યું હતું તેમાં આપણે સોડા (ચૂંટકીભર) નાખી દો.અને બરાબર મિક્ષ કરીને તેને એક સોસની બોટલ માં ભરી લો.





જોઈ લેજો તેલ વધારે ગરમ તો નથી થઈ ગયું ને.આપણે મીડીયમ ગરમ જોઈશે.


જલેબી બનાવાનું શરૂ કરીએ. તો સોસની બોટલ તેલમાં કલોકવાઇસ જલેબી બનાવની છે.અને બંને સાઈડ પકવી લો. અને પછી  તે જલેબી કાઢીને ગરમ ચાસનીમાં નાખો.એમ તમે જેટલી બનાવી હોય તેટલી જલેબી બનાવી લો.


લો આપણી જલેબી બની ગઈ.જો તમને જલેબી માં ઓરેન્જ કલર વધારે જોઈતો હોય તો ચાસણી માં કેસર નાખી શકો છો.તો તમને જેવી ગમે તેવા સેપ માં બનાવો જલેબી.


મિત્રો મઝા આવીને બજાર જેવી જલેબી બનાવાની. તો તમને જલેબી બનાવની recipi કેવી લાગી નીચે comment જરૂર કરશો..


Thanks..